એલસીબીની ટીમે શનિવારે પાટણ જિલ્લાના વાગડોદમાં મંદિર થયેલ ચોરીના આરોપીને ડીસાના ભોપાનગર ફાટક પાસેથી ઝડપી પાડી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 24 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
એલસીબીએ પી.આઇ. વી.જી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ટીમ શનિવારે ડીસામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, પાટણ જિલ્લાના વાગડોદના એક મંદિરમાં ચોરી થઇ છે અને તેનો આરોપી ડીસા-પાટણ હાઈવે ઉપર છે.જેથી તાત્કાલિક એલસીબીની ટીમે ડીસા-પાટણ હાઈવે ઉપર ભોપાનગર ફાટક પાસેથી
આરોપી કાંતિ ઉર્ફે મઘરી પૂજાજી ઠાકોર (હાલ રહે.સિંધી કોલોની ડીસા, મૂળ રહે.કોઈટા, જિલ્લો-પાટણ) ને ઝડપી પાડી તેની પાસેથી ચાંદીના છતર 6 અને રોકડ રકમ મળી કુલ રૂ. 24,317 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે આરોપીને ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.