Ayodhya Ram Mandir Updates: ગુજરાતના હિરા વેપારીએ રામ મંદિર માટે કર્યું 5 મણ સોનાનું દાન

 

અયોધ્યાના નવા રામ મંદિર માટે લોકો પોતપોતાના ગજા પ્રમાણે દાન આપી રહ્યાં છે પરંતુ આ બધામાં ખરા દાનવીર તો ગુજરાતીઓ નીકળ્યાં છે. ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડોનું દાન આપ્યું છે. સુરતના સૌથી મોટા હીરાના વેપારીએ રામ મંદિરને 101 કિલો સોનું ભેટમાં આપ્યું છે. આ રામજન્મભૂમિ ટ્રસ્ટને મળેલું સૌથી મોટું દાન છે. વેપારીએ આપેલા સોનામાંથી મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને ચમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર લગાવવામાં આવ્યા છે.