મોદીના જન્મદિનને લઈ  સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસામાં ભાજપ દ્વારા વડાપ્રધાનના દીર્ગઆયુને લઈ સાંઈબાબા મંદિર ખાતે હવન યોજી માં જગદંબા અને ભોલેનાથને પ્રાર્થના કરાઈ....

જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિનને લઇ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પો યોજી રક્ત એકત્ર કરવામાં આવી રહ્યું છે તો સાથે સાથે  અનેક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા  ડીસામાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે હવન યોજાયો.જે પ્રસંગે હાજર રહેલા રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત ભાજપના આગેવાનો દ્વારા  હવનમાં આહુતિ હોમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ગઆયુ માટે પ્રાર્થના કરાઇ તો ઘરમાં જગદંબા અને ભગવાન ભોલેનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  ભારત દેશ તો ખરી જ પરંતુ વિશ્વના  અગ્રણી વ્યક્તિ બનવા શક્તિ અર્પે તે અર્થે પ્રાર્થના કરાઇ છે તો સાથે સાથે  સાઈબાબા મંદિરના પ્રાંગણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો...જેમાં ભાજપના આગેવાનો સહીત શહેરીજનોએ  રક્તદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કરી છે...