કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ સી બી બરંડા પોલીસ સ્ટાફ સાથે રવિવાર ના રોજ પેટ્રોલિંગ મા હતા ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળેલ કે દેલોલ ગામના લિસ્ટેડ પ્રોહી બુટલેગર જીજ્ઞેશકુમાર ઉફેઁ પાઈલોટ મંગળભાઈ રાઠોડ પોતાના કબજા ભોગવટા ના દિવેલા ના ખેતર માં ભારતીય બનાવટનો વીદેશી દારૂ નો જથ્થો ઉતારેલ છે જે બાતમી આધારે પોલીસે દિવેલા ના ખેતરમા રેડ કરતા ખેતર મા બાતમી વાળો ઈસમ મળી આવેલ નહીં પોલીસે પંચો રૂબરૂ તપાસ કરતા ખાખી કલરના પુઠા ની પેટીઓ મળી આવેલ જે પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા ૪૬ પેટીઓ માથી ૪૮ નંગ મુજબ કુલ ૨૨૦૮ દારૂના પ્લાસ્ટીક ક્વાટર મળી આવેલ જેની કીમત રૂ ૨,૨૦,૮૦૦/ ગણી માઉન્ટ ૬૦૦૦ બીયર ની કુલ ૬ પેટીઓ જેમા એક પેટીના ૨૪ મુજબ કુલ ૧૪૪ બીયર ના ટીન જેની કિંમત રૂ ૧૭,૨૮૦/ કુલ મળીને રૂ ૨,૩૮,૦૮૦/ નો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો અને વધુ તપાસ કરતા ખેતર મા બનાવેલ ઓરડી માથી એમજીવીસીએલ નુ મીટર અને એક લાઈટ બીલ મળી આવેલ જે લાઈટ બીલ ભીખીબેન મંગળભાઈ રાઠોડ રે દેલોલ તા કાલોલ નુ મળી આવેલ કાલોલ પોલીસે પ્રતિબંધીત વિસ્તાર માં પોતાના કબજા હેઠળના દિવેલા ના ખેતરમા પાસ પરમીટ વગર વિદેશી દારૂ, બીયર નો જથ્થો ગેરકાયદેસર રીતે રાખવા બદલ જીજ્ઞેશકુમાર ઉફેઁ પાઈલોટ મંગળભાઈ રાઠોડ સામે ગુજરાત પ્રોહી સુધારા અધિનિયમ ૨૦૧૬ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ કાલોલ પીએસઆઇ દ્વારા શરૂ કરી બુટલેગર ને ઝડપી પાડવાની કવાયતો હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं