આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે. ઉતરાયણ પછીના પહેલા રવિવારે લોકો દરિયા કિનારે જઈ પતંગ ચગાવે છે. આણંદ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો પણ પતંગ કરવા માટે ખંભાતમાં આવે છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દરિયાઈ ઉતરાણ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. આણંદ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા પરિવારો રાજસ્થાનથી પણ દરિયાઈ ઉતરાયણ માટે આવ્યા હતા. દરિયાઈ ઉતરાયણને લઈને હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. બાળકો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પતંગ ચગાવી આનંદ મળ્યો હતો .