*શ્રી સ્વામિનારાયણ જ્યોત હાલોલના પ.પૂ. સંતપ્રસાદ સ્વામીજીને દેવ દુર્લભ એવું શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે નિમંત્રણ મળ્યું છે ત્યારે આજે અયોધ્યા પ્રસ્થાન પહેલા મહાઆરતી કરીને આશીર્વાદ મેળવ્યા.*

પૂ. સંત સ્વામીજી વર્ષોથી હિન્દુત્વની ધર્મ ધજાના વાહક રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ ઉમદા યોગદાન રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં અગ્રેસર રહીને સેવા કાર્ય કરેલ છે. આજે તેમના સેવા કાર્યોની સફળતા પર અયોધ્યા રામ લલાના પુનઃસ્થાપનમાં સાક્ષી બનાવનું સૌભાગ્ય મળતા હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેમને અયોધ્યા પ્રયાણ કરાવવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા. પૂ. સ્વામીજીએ એ સમયની સંઘર્ષોની સ્મૃતિઓને પણ વાગોળી હતી અને કેવા સંઘર્ષો બાદ આજે આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે તે બાબતે પણ ખૂબ ભાવમય રીતે વાત કરી હતી. પૂ. સ્વામીજી આપણા સહુ વતીથી ત્યાં દર્શન કરી સમસ્ત ભારતીય સંસ્કૃતિના અનુયાયીઓના કલ્યાણની પ્રાર્થના કરશે. વિશ્વ કલ્યાણ અને બધુંત્વની ભાવના વિકસે અને સર્વે ભવન્તુ સુખીનઃ ની ભાવના લઈને જઇ રહ્યા છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા સંતોનો આપણને આશીર્વાદ છે