બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમે ડીસામાંથી એક બાઈક ચોરને ઝડપી પાડયો છે. ચોરીની બાઈક અને ચોરને ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમ ગુન્હાઓને અટકાવવા માટે ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે પાટણ હાઈવે પરથી એક શંકાસ્પદ બાઇક ડીસા તરફ આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. જેથી એસઓજીની ટીમે ભોપાનગર પાસે વોચ ગોઠવી હતી. પાટણ તરફથી ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તા તરફ જઈ રહેલા એક શંકાસ્પદ પલ્સર બાઈક ચાલકને થોભાવી પૂછપરછ કરતા તેણે તેનું નામ વિજયજી વેલાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું.
તેમજ ડીસા તાલુકાના સાવીયાણા ગામનો રહેવાસી છે અને છૂટક મજૂરી કામ કરતો હોવાનું પણ તેને જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી બાઈકના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે પલ્સર બાઈક જપ્ત કર્યું હતું. જ્યારે બાઈકચાલક વિજયજી ઠાકોરની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપતા તેની સામે સીઆરપીસી 41-1 ડી મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.