વિકસિત ભારત @2047 અને મિલેટ અવેરનેસ ની થીમ પર આધારિત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ની સાત દિવસની શિબિર ધોળાકુવા પ્રાથમિક શાળા ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકીની અધ્યક્ષતામાં શાળા ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત કામિનીબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, આગામી સમય એ યુવાનોનો છે ત્યારે ચારિત્ર્યવાન વિદ્યાર્થી શ્રેષ્ઠ ભારતનું સર્જન કરી શકે છે, વધુમાં તેઓએ આપણી પરંપરા અનુસાર જાડા ધાન્ય કે જે મિલેટ તરીકે ઓળખાય છે જે અંગે વિદ્યાર્થીઓએ ગામના લોકોને જાગૃત કરી મિલેટનું ઉત્પાદન થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે તારીખ 22 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ વિદ્યાર્થીઓને શાનદાર ઉજવણી કરી ઘરે રોશની કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી એ ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ લીડર કુ. નીશિ શાહ તથા આભારી વિધિ કુ. માનસી ખરાદીએ કરી હતી આ કેમ્પમાં એનએસએસના 50 વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રીમતી પુષ્પાબેન પટેલ તથા સ્ટાફે સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.