ડીસા શહેરની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ માં ચાલતા ઇનોવેશન કલબના કોડીનેટર પ્રો. દિવ્યા જી. પિલ્લઇ અને આસિસ્ટન્ટ કોડીનેટર ડૉ. મિતલ એન. વેકરિયા દ્રારા બે દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં તા.16 અને 17 જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાથી સંદીપભાઈ સામોડીયા અને રોહિતભાઈ દલવાડિયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ ઇનોવેશન કલબમાં જૂદી જુદી કીટ વિશે પ્રેકટીકલ માહિતી રજૂ કરી.જેમાં ઇલોકટ્રોનિક બેઝિક અને એડવાન્સ કીટ, એગ્રીકલ્ચર કીટ, મિકેનિકલ કીટ, ડ્રોન બનાવતા, ટેલિસ્કોપ વગેરે વિશે વિદ્યાર્થીઓને પોતાના નવા નવા આઇડિયા વિકસિત થાય એ હેતુથી ઇનોવેશન કરાવ્યું હતું. કોલેજના 55 જેટલા વિદ્યાર્થીઓએ તાલીમ માં ભાગ લીધો હતો આ તાલીમ પછી વિદ્યાર્થીઓએ પોતાના આઈડિયા થી ક્રિએટિવ પ્રવૃત્તિ કરી હતી. ઇનોવેશનની તાલીમમાં કેમ્પસ નિયામક છગનભાઇ પટેલ, કાર્યકારી આચાર્ય પ્રો. આર. ડી. રબારી તેમજ ઇનોવેશન કલબના સભ્યો પ્રો. તેજસ આઝાદ, પ્રો. તુપ્તિ સી. પટેલ, પ્રો. નવનીત રાણા, પ્રો.વિશ્વાસ પ્રજાપતિ, પ્રો. કસ્તુર ચૌધરી, પ્રો. મહેશ રબારી એ સતત હાજર રહી વિદ્યાર્થીઓને પૂરતી માહિતી આપી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं