ઈડર અને ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ ૫૮૦ મીટર કરવા બાબત. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ને રજૂઆત કરાઈ
હાલમા વેસ્ટર્ન રેલ્વે ધ્વારા અત્યારે અમદાવાદ ડિવીઝનના હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ પરીવર્તનનું કામ ચાલે છે ત્યારે ધ્યાન ઉપર આવતા છે , ઈડર અને ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન નવીન બને છે. જેના પ્લેટફોર્મની લંબાઈ ૩૦૦ મીટર છે જે આવનાર સમય માટે યોગ્ય નથી. આગામી સમયમાં ખેડબ્રહ્માથી મુંબઈ-પુના વગેરે લાંબા અંતર ની. અત્યારે જ તાલુકા વાસીઓ ની લાંબા અંતરની ટ્રેનોની માંગણી છે. જો પ્લેટફોર્મ નાનું હોય તો બાવીસ કે ચોવીસ ડબ્બાની ગાડી માટે મુશ્કેલી થાય એમ છે તે કારણસર પ્રવાસીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે.તેમજ આગામી બજેટમાં ખેડબ્રહ્મા થી હડાદ નવીન બ્રોડગેજ માટે માંગણી છે. તારંગા-અંબાજી- આબુરોડ લાઈન હડાદ પાસેથી જાય છે અને જો ખેડબ્રહ્મા થી હડાદ જોઈન્ટ કરવામાં આવે તો અંબાજી-આબુરોડ માટે એક નવીન રૂટ મળે અને લાંબા અંતરની ટ્રેનો ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ઉપર આવી શકશે.
ઉપરોકત વિગતો ધ્યાને રાખી ઈડર અને ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની લંબાઈ ૫૮૦ મીટરની મંજૂર કરવા માટે સ્પષ્ટ ભલામણ કરવામા આવી હતી ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ દ્વારા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ને