ડીસામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરી લેવા આવેલા ચાર શખ્સોએ દોરીના ભાવમાં રકઝક કરી ઉશ્કેરાઈ દુકાનદાર ઉપર પાઇપો અને ધોકા વડે હુમલો કરતા હુમલામાં દુકાનદાર અને તેના બે પુત્રો ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના સ્પોર્ટ્સ ક્લબ નજીક દીપક જયંતિભાઈ પરમારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરી પતંગનો સ્ટોલ શરૂ કર્યો હતો. બે દિવસ અગાઉ રાત્રિના સમયે ચાર શખ્સો દોરી લેવા માટે આવ્યા હતા. જેમાં દુકાનદારે દોરીનો ભાવ 160 રૂપિયા કહ્યો હતો.જો કે, આવેલા શખ્સો 120 રૂપિયામાં માંગણી કરી હતી.
જેથી દુકાનદારે 120 રૂપિયામાં દોરી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ અપશબ્દો બોલી ત્યાંથી જતા રહ્યા હતા અને અડધો કલાક બાદ પાઇપો અને ધોકા વડે દુકાનદાર ઉપર હુમલો કરતા હુમલામાં દુકાનદાર દીપકભાઈ પરમાર અને તેમના બે પુત્રોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે. ઉત્તર પોલીસે દીપકભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ચાર શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.