Government of India ના Ministry of Education દ્વારા મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સંચાલિત પ્રેરણા ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો..

જે સૌ પ્રથમ શાળા લેવલે યોજાયો જેમાંથી પ્રથમ નંબરના બે બાળકોને જવાહર નવોદય, દાંતીવાડા મોકલેલ, જેમાં બનાસકાંઠા જિલ્લાના 150 થી પણ વધુ સ્કૂલોના 300 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં સૌપ્રથમ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સપર્ધા, ચિત્ર સ્પર્ધા કરવામાં આવી તેમાંથી સૌથી વધુ માર્કસ વાળા ૧૫ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા ત્યારબાદ બાળકોના બૌધ્ધિક વિકાસ, પર્સનાલિટી, તેમજ ૨૦૪૭માં ભારતને વિકસીત દેશ તેમજ વિશ્વગુરુ બનાવવાં માટે તેઓ શું કરવા માંગે છે તે પારખવા માટે આઠ આઠ અલગ અલગ વિષયોના તજજ્ઞ એવા પ્રોફેસરો દ્વારા દરેક બાળકોનો અલગઅલગ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, જેમાં અલગ અલગ વિષયો ઉપર તેમની પ્રશ્નોત્તરી કરવામાં આવી, જેનું રીઝલ્ટ બે દિવસ પછી આપવામાં આવ્યું જેમાં આદર્શ હાઇસ્કુલ,ડીસાના ધોરણ ૯ના વિદ્યાર્થી આશ્રય વ્રજેશકુમાર સોનીને પ્રથમ નંબરે જાહેર કરવામાં આવ્યો જેને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા માટે મા.નરેન્દ્ર મોદીની શાળા વડનગર જ્યાં જેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું ત્યાં આઠ દિવસ માટે મોકલવામાં આવશે જેમાં સૌપ્રથમ અમદાવાદ ત્યારબાદ ગાંધીનગર GCERT ના કેમ્પસમાં અને ત્યારબાદ વડનગર મોદી સાહેબની પ્રેરણા સ્કૂલમાં સ્પર્ધા માટે મોકલવામાં આવશે, જેમાં ભારત દેશના દરેક જિલ્લાના પ્રથમ નંબરના બાળકો વચ્ચે તેમની સ્પર્ધાઓ થશે અને તેઓને આઇઆઇટીના શિક્ષકો દ્વારા ૨૦૪૭ના ભારત વિષે વધુ શિક્ષણ પણ આપવામાં આવશે..