ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે 6.22 મિનિટનું ગીત બનાવી ભગવાન શ્રી રામને અનોખી ભેટ આપી હતી.

સમગ્ર દેશ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે શુભ દિવસ એટલેકે ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરી દિવસો જ બાકી છે. જે પ્રસંગે લઈ દેશભરમાં દરેક ગામ દરેક અને શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેક લોકો આ પ્રસંગને લઈ ખૂબજ ઉત્સાહિત છે.

ત્યારે ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે. ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતો અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઇ 6.22 મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે જયકારા કરો શ્રીરામ કા ઔર જલાવો દીપ.

ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે આ ગીતને આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું હતું.