અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે ઈમરજન્સી સમયે રક્તની જરૂરીયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગ રૂપે સ્વ.સામતભાઈ પુનાભાઈ જાલંધરાની ઉત્તરક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગ સાથે બ્લડ ડોનેશન કેમ્પનુ સુંદર આયોજન કરવામા આવેલ જેમા ગામના અગ્રણીઓ અશોકભાઈ સામતભાઈ જાલંધરા,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી ભરતભાઈ જાલંધરા,આરોગ્ય વિભાગમાથી મેડિકલ ઓફિસર ડૉ.નમ્રતાબેન બલદાણીયા,ડૉ.ગીતાબેન કાતરીયા,સનાભાઈ મકવાણા,શૈલેષભાઈ ખસિયા તેમજ ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટોટલ ૪૦ લોહીની બોટલ એકત્ર કરી નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કરી અનેરું યોગદાન આપી સગર્ભા માતાઓ,લોકો અને બાળકોને ઈમરજન્સીના સમયે સરળતાથી બ્લડ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તેમજ ખાખબાઈમા સીએચઓ તરીકે ફરજ બજાવતા સનાભાઈ મકવાણા દ્વારા લોકોના આરોગ્ય બાબતે પૂરતી કાળજી રાખી સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને આગળ પણ લોકોના સહયોગ સાથે આ રીતે અન્ય હેલ્થ સેન્ટરો ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવનાર છે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.
રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા..