પાવીજેતપુરમાં ઉત્સાહ ઉમંગ સાથે ઉતરાયણ પર્વની થયેલી ઉજવણી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાવીજેતપુરમાં ઉત્સાહ ઉમંગ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી

હતી. ઠંડીનું પ્રમાણ વધુ હોવાના કારણે ઉતરાયણ ની શરૂઆત મોડી થઈ હતી.

સામાન્ય રીતે પાવીજેતપુર નગરના રહીશો ઉતરાયણ પર્વની ઉજવણી કરવા

માટે શહેર તરફ જતા રહેતા હોય છે પરંતુ આ વર્ષે કેટલાક પરિવારો નગરમાં જ રહી

ઉતરાયણ પર્વની ઉજવણી ઉત્સાહ ઉમંગ સાથે કરી હતી.

છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે ઉત્તરાયણના

દિવસે ઠંડીના કારણે ઉતરાયણની ઉજવણીની શરૂઆત થોડી મોડી થવા પામી હતી.

ધીમે ધીમે પવનના સુસ્વાટા સાથે પતંગો આકાશમાં ઉડવા લાગી હતી. ધાબા ઉપર

ડીજે લાગી જતા કાયપો છે તેમજ નવા નવા ગીતોની રમઝટ જામી હતી. લોકોએ

ઊંધિયું જલેબી ફાફડા ની જીયાફતો ધાબા ઉપર માણી હતી. નગરમાં પતંગોની સાથે

ગેસવાળા વિવિધ પ્રાણીઓના ફુગ્ગાઓ તેમજ પીપુડાઓનું વેચાણ ખૂબ વધ્યું હતું.

મોડી સાંજ થતા કલરફુલ ગુબ્બારાઓ તેમજ આકાશમાં ફટાકડાઓ ફુટતા નજરે પડતા

હતા.

આમ, સતત બે દિવસ પાવીજેતપુર નગરમાં લોકોએ ઉત્સાહ ઉમંગ સાથે

ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.