દિયોદરના જસાલી રેલવે સ્ટેશન નજીકથી 7 જાન્યુઆરીના 10 પાટાની ચોરી થઇ હતી. જેની જાણ ભીલડી આરપીએફને કરાતાં સીસીફૂટેના આધારે પાટાની ચોરી કરનાર શખસોને ઝડપી લીધા હતા.જ્યારે એક આરોપી ફરાર છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દિયોદર તાલુકાના જસાલી રેલ્વે સ્ટેશન નજીક 7 જાન્યુઆરીના રોજ જસાલી રેલ્વે સ્ટેશન નજીકથી રેલવેના પાટાના ટુકડા નંગ-10 રૂ. 6800 ની ચોરી થઈ હતી. જે અંગે જસાલી રેલવે સ્ટેશનના અધિકારીઓએ ભીલડી આર.પી.એફ.ને જાણ કરતાં ચોરીનો ગુનો નોંધીને આરપીએફના પીએસઆઈએ અલગ-અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા શંકાસ્પદ ડાલા ચાલકની પૂછપરછ કરતા રેલવેના પાટાની ચોરીની કબુલાત કરી હતી.
જેમાં આરોપી ધવલભાઈ બળવંતભાઈ કાપડી (ઉં.વ.23,મુળ રહે.ધાનેરાનના એડલ ગામ, હાલ રહે.પ્રીતમનગર અનાજ માર્કેટની પાસે, નવા ડીસા, ગાડી ચાલક વિક્રમજી નાગજી ટાકરવાડીયા (ઉં.વ.39, રહે.ઢુવા,તા.ડીસા) જ્યારે આરોપી સિદ્ધરાજસિંહ સોલંકી (રહે.નવાડીસા) ફરાર છે.
જ્યારે માલ ખરીદનાર આરોપી ઇસત્યાકખાન પઠાણ (ઉં.વ.19,રહે.માલણ દરવાજા-પાલનપુર) ને પકડીને લોખંડના પાટા નંગ-10, રૂ 6800 તેમજ ગાડી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને ફરાર આરોપી સિદ્ધરાજસિંહને પકડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા.