ગુજરાત સરકારના શહેરી અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ના હસ્તે...વિવિધ પાલિકાને મહાનગર પાલિકાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકાની વિકાસના કાર્યો માટે બે કરોડ 75 લાખ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ધાંગધ્રા હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, ઉપપ્રમુખ જીલાભાઇ મેવાડા, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.