બનાવની મળતી વિગતો પ્રમાણે ચેક રિટર્ન કેશના ફરિયાદી કલ્પેશ સુખરામભાઈ શાહ તેમજ સંભવ પ્લાસ્ટિકના પ્રોપરાઇટર પ્રવીણ.એમ.જૈનનાઓ વચ્ચે મિત્રતા હોઈ મિત્રતાના નાતે ફરિયાદી કલ્પેશભાઈએ આરોપી પ્રવીણભાઈને અંગત કામે હાથ ઉછીના નાણાં રૂ 3,96,000/- આપેલ હતા અને તે પેટે ચેક લીધો હતો જે ઉછીના નાણા પેટે આરોપી પ્રવીણભાઈએ આપેલ ચેક પરત ફરતા ફરિયાદી કલ્પેશભાઈએ નોટિસ આપી હતો પરંતુ તે બાદ પણ ઉછીના પેટે લીધેલ નાણાં આરોપીએ પરત ન આપતા હાલોલના એડી.ચીફ.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીની કોર્ટમાં ફરિયાદી કલ્પેશભાઈ ક્રિમીનલ કેસ નંબર 480/2019 થી આરોપી પ્રવીણભાઈ જૈન સામે કેસ દાખલ કરતા તે ફરિયાદ ચાલી જતાં હાલોલના એડી ચીફ જુડી.મેજિસ્ટ્રેટ શ્રી સી.જે પટેલ સાહેબનાઓએ આરોપી પ્રવીણ જૈનને એક વર્ષની સજા અંગેનો હુકમ તેમજ વળતર પેટે ચેકની રકમ રૂ.396000/- દિન 30 માં ચૂકવવાનો હુકમ કરેલ હતો અને જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ હતો જે સજાના હુકમ સામે આરોપી પ્રવીણ.એમ.જૈને અપીલમાં જઈ હાલોલના એડી. ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી એચ.બી.ત્રિવેદી સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલ જે અપીલ ચાલી જતાં મૂળ ફરિયાદી (રિસ્પોન્ડન્ટ) ના વકીલ શ્રી રૂદ્રેશ.જી.ત્રિવેદીની ધારદાર દલીલ તથા રજૂઆત તેમજ કેસનું રેકર્ડ તેમજ પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી પ્રવીણ જૈનની અપીલ નામંજૂર કરવામાં આવી હતી અને આરોપી પ્રવીણ એમ.જૈનની ની સજા નો હુકમ યથાવત એટલે કે કાયમ રાખવામાં આવ્યો હતો અને આરોપી પ્રવીણ જૈનને દિન 10 માં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરન્ડર થવા જણાવવામાં આવ્યું છે.