ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે ઈકબાલ કાસકર હાલ ખંડણી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
ડી કંપનીનો સભ્ય ઈકબાલ કાસકર થાણેની તલોજા જેલમાં તેની ન્યાયિક કસ્ટડી ભોગવી રહ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

EDએ થોડા મહિના પહેલા અહેવાલ આપ્યો હતો કે ઇકબાલ કાસકર તેના ભાઇ દાઉદ ઇબ્રાહિમની વૈશ્વિક આતંકવાદી તરીકેની છબીનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઝ અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કાસકર દાઉદ દ્વારા ચલાવવામાં આવતી ગેંગનો મહત્વનો સભ્ય હતો અને તે ધમકી આપવા, ખંડણી વસૂલવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે.