ગુરુવારના રોજ કાલોલ તાલુકાની કાલોલ કુમાર શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો જેમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ભારતના અખંડિતતા ના રત્ન એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની વિશ્વની ઊંચામાં ઊંચી અપ્રતિમ ૧૮૨ મીટર પ્રતિમાને જોઈ સૌ કોઈ અભિભૂત થયા હતા. સાથે સાથે તેમના જીવનની ઝાંખી કરાવતી અલૌકિક પ્રતિકૃતિ અને ભારતની અસ્મિતા અને ઇતિહાસને ઉજાગર કરતી વ્યુઈંગ ગેલેરી જોઈને વિદ્યાર્થીઓ અને ગુરુજનો ઐતિહાસિક મૂલ્યો વિશે વધુ માહિતગાર થયા. એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા અંગે ના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો રજૂ કરતી ફિલ્મ જોઈને પણ બાળકો શૈક્ષણિક અનુસંધાન સાધી શક્યા.પ્રતિમા પરથી ગુજરાતની મોટી અને જીવાદોરી ગણાતી નર્મદા નદી નો અદ્ભુત નજારો આનંદમાં વધારો કરતો હતો. ત્યારબાદ ત્યાંની એ.સી ટ્રાવેલિંગ બસમાં બાળકો અને સ્ટાફ મિત્રો જંગલ સફારી પાર્ક અને વેલી ઑફ ફલાવર માં ઘૂમ્યા જ્યાં તરેહ તરેહ ના વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ને જોઈ એમના વિશે જાણી બાળકો વિશેષ માહિતગાર થયાં હતાં. સાથે સાથે સરદાર સરોવર યોજના રૂબરૂ જોઈને બાળકો સામજિક મૂલ્યો વિશે સમજ કેળવી શાળાના આચાર્ય રાકેશ ઠાકર અને સામજિક વિજ્ઞાન ભણાવતા ગુરુજી જયદીપસિંહ વાઘેલા એ ડેમના ઐતિહાસિક મૂલ્ય વિશે બાળકોને અભ્યાસ ક્રમ માં આવતા કઠિન બિંદુઓને સરળતાથી સમજાવ્યા હતા.એકંદરે સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવામાં સર્વેને ખૂબ આનંદ આવ્યો હતો ત્યારબાદ પોઈચા ગયાં ત્યાં પણ બાળકોએ નૈસર્ગિક સૌંદર્ય માણી પાઉંભાજી ની જયાફત માણી ને તમામ પરત આવ્યાં હતાં.