હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ એમ.& વી.આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ, સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત ચિંતન-મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદેશથી રાજ્યની ઉચ્ચ શિક્ષણ કચેરીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા 'સેવ કલ્ચર સેવ ભારત' ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.આ કાર્યક્રમમાં સ્વચ્છ સાયબર ભારત, ચારિત્ર નિર્માણથી રાષ્ટ્રીય નિર્માણ,શિલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા,વર્તમાન સમયમાં શિક્ષણનું મૂલ્ય,રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એક ભારત જેવાં 5 મહત્વપૂર્ણ વિષયો પર વકતૃત્વ સ્પર્ધામાં 12 જેટલા ઉત્સાહિત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીએ સુંદર વકતવ્ય આપ્યું હતું.જેમાં પ્રથમ,બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિજેતાઓને માન સન્માન આપીને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.જેમાં પ્રા. ડૉ. સુધાબેન પટેલ અને પ્રા.પ્રવિણભાઇ પંચાલે નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી.આચાર્યશ્રી ડૉ.યશવંત શર્માએ પ્રારંભિક વક્તવ્ય આપ્યું હતું.પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. જયેશભાઇ વાઘેલાએ સ્પર્ધાના નિયમો સમજાવ્યા હતા અને કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજય જોશી દ્વારા અંતમાં આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.