શહેરા તાલુકાના ગુણેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો,જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લાભાર્થીઓને લાભ અપાયા હતા.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુણેલી ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ઉપસ્થિત લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માનનિધિ યોજના તેમજ આયુષ્યમાન ભારત યોજના જેવી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લાભોનું વિતરણ કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા,સાથે જ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી માટે ઉપસ્થિત સૌએ શપથ પણ લીધા હતા,યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો,ત્યારબાદ આ કાર્યક્રમમાં ગુણેલી ગામના રહેવાસી પ્રવિણભાઈ બારીયા અને પ્રવિણભાઈ જાદવે કોંગ્રેસને બાય બાય કરી વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.ગુણેલી ગામના વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, મહામંત્રી સંજયભાઈ બારીઆ અને નટુભાઈ રાઠોડ,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ભરત ગઢવી,પશુ ચિકિત્સક ડૉ.એ.બી.કાનાણી, ગુણેલી ગ્રામ પંચાયતના સરપંચ સુશીલાબેન નટવરભાઈ પગી તેમજ જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયત સભ્યપ, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.