વડોદરા શહેરના આજવા રોડ પર કિશનવાડી વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય હિતેશભાઈ રમેશભાઈ આયર અને ૨૦ વર્ષીય ગોપીબેન દીપકભાઈ વસાવા વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને યુવાન હૈયાઓએ આજથી સાત માસ જેટલા સમય અગાઉ કોર્ટમાં રજીસ્ટર લગ્ન કરી અતૂટ પ્રેમલગ્નના બંધનમાં બંધાયા હતા જેમાં બન્ને પરણિત પ્રેમી યુગલ એકબીજા સાથે એક ભાડાના મકાનમાં વડોદરા ખાતે આજવા રોડ પર જ રહેતા હતા. જે બાદ આજથી ત્રણ થી ચાર માસ અગાઉ કોઈક કારણોસર બન્ને પરણિત યુગલ વચ્ચે કોઈક કારણોસર ખટરાગ પેદા થતા કે બીજા કોઈ કારણોસર એકબીજાથી છૂટા થવાનો નિર્ણય લઈ છૂટાછેડા લીધા હતા જેમાં બન્ને વચ્ચે છૂટાછેડા થતા હિતેશ અને ગોપીબેન પોતપોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા હતા જોકે બન્ને પ્રેમીઓને એકબીજાનો વિરહ સહન નતા ફરી બન્ને ભેગા થયા હતા ને છૂટાછેડા થયા હોવા છતાં એકબીજા સાથે રહેવા લાગ્યા હતા જે બાદ બન્ને વચ્ચે કોઈ કારણોસર હિતેશ અને ગોપી છેલ્લા બે ત્રણ દિવસ જેટલા સમયથી એકબીજાથી દૂર થઈ પોતપોતાના પરિવાર સાથે રહેવા આવી ગયા હતા જેમાં ગઈકાલે તારીખ ૦૯/૦૧/૨૦૨૪ મંગળવારના રોજ હિતેશ અને ગોપી ભેગા થઈ સવારના સુમારે વડોદરાથી બાઈક પર બેસી હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવ્યા હતા. જે બાદ મોડી સાંજ સુધી બન્ને પોતપોતાના ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ બન્નેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેમાં બંને પ્રેમી યુગલ પૈકી યુવતી ગોપીબેનના પરિવારજનોને ગોપી અને હિતેશ પાવાગઢ ખાતે આવ્યા હોવાની કોઈક રીતે માહિતી મળતા બનાવ અંગે પાવાગઢ પોલીસને મળી મોડી સાંજે જાણ કરતા પાવાગઢ પોલીસ શોધખોળમાં જોતરાઈ હતી જેમાં પાવાગઢ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આ બન્ને પ્રેમી યુગલની શોધખોળ હાથ ધરતા આજે બુધવારના રોજ બન્ને પ્રેમી યુગલના મૃતદેહ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર માચી રોડ પર જતા લાલ ગેટ તરફથી ગાઢ જંગલમાં આવેલ વિશ્વામિત્રીના મુખથી ઉપરની તરફ ગીચ ઝાડી ઝાંખર અને ચઢાણવાળા વિસ્તારમાંથી મળી આવ્યા હતા જેમાં હિતેશ ઝાડની ડાળી પર ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં જ્યારે ગોપીનો મૃતદેહ ઓઢણીના ગાળીયામાંથી છૂટો પડી નીચે જમીન પર પડેલો મળી આવ્યો હતો જેમાં હિતેશ અને ગોપીએ આંતર કલહ કે કોઈ અંગત કારણોસર બે અલગ અલગ ઓઢણીઓના ગાળિયા બનાવી પોતાના ગળે ભરાવી ઝાડ પર ડાળી પર બાંધી પોતાના ગળે ભરાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી જેમાં જેમાં પાવાગઢ પોલીસે બન્ને પ્રેમી યુગલના મૃતદેહને ભારે જહેમત બાદ ગાઢ જંગલના ચઢાણવાળા રસ્તેથી બહાર લાવી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવી બન્ને પ્રેમી યુગલના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી બનાવની જાણ થતા રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ હિતેશ અને ગોપીના પરિવારજનોને સોંપ્યા હતા અને બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે અકસ્માત મોત (એડી) અંગેની નોધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं