વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જિલ્લામાં તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીની પૂર્વ તૈયારીઓના ભાગરુપે અને ચૂંટણીના ૭૨/૪૮ કલાક પૂર્વે કરવાની થતી કામગીરી બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એમ. એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે બેઠક મળી હતી.

   ચૂંટણી પંચના નિયત નિર્દેશો મુજબ, મતદાન પૂર્વેના ૭૨ કલાક/ ૪૮ કલાક પહેલા કરવાની વિશેષ કામગીરી અને તેના માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ચૂંટણીલક્ષી બાબતોનું જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ બેઠકમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને ચૂંટણીલક્ષી તેમની ફરજ, સ્ટ્રોંગ રુમ, મત ગણતરી સહિતની બાબતો પર ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.