હાલોલ શહેરના ગાંધી ચોક ખાતે નવી શાક માર્કેટ તરફ જવાના રસ્તે હરિજનવાસના નાકા પાસે રાજેન્દ્રકુમાર ઓમપ્રકાશ શર્મા નામના ઇસમની કાચી પતરાવાળી લાકડાની બનાવટની ચીજ વસ્તુઓ સહિતની અન્ય ઘર વપરાશની વસ્તુઓના વેચાણની વર્ષો જુની દુકાન આવેલી હતી જેમાં સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી આ દુકાનને અગાઉ પણ નગરપાલિકા તંત્ર દ્વારા હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વીજ મીટર પણ કાઢી નાખવામાં આવ્યું હતું તેમ છતાં સરકારી જમીન પર દબાણ કરી ઊભી કરાયેલ આ દુકાન હટાવવામાં આવી ન હતી જેમાં વર્ષ ૨૦૨૨ માં પણ આ દુકાનને હટાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં આ કાચી પતરાવાળી દબાણમાં આવતી દુકાન આજ દિન સુધી હટાવવામાં ન આવતા આજે મંગળવારના રોજ બપોરના સુમારે હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર હાલોલ નગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ સહિતના કર્મચારીઓ સાથે જેસીબી મશીન લઈને આ દુકાનને તોડી પાડવા માટે આવ્યા હતા પરંતુ દુકાનના સંચાલક રાજેન્દ્રકુમાર શર્માના પરિવારજનોએ દુકાન તોડી પાડવા માટેનો વિરોધ દર્શાવી દુકાનના ઓટલા તેમજ દુકાનની અંદર બેસી જઈ દુકાન તોડવાનો ભારે વિરોધ કરતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ ઘટના દોડી આવી હતી અને સમગ્ર મામલાને થાળે પાડવા માટે પોલીસે દરમ્યાનગીરી કરી વિરોધ કરી રહેલા પરિવારજનોને દુકાનથી દૂર કર્યા હતા જે બાદ હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા જેસીબી મશીન મદદથી કાચી પતરાવાળી દુકાન તોડી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી જેમાં હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા વર્ષો જૂની કાચી પતરાવાળી દુકાન તોડી પાડવાની કામગીરી કરાઇ રહી હોવાને લઈને કામગીરી જોવા લોકો ઉમટી પડતાં ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા