રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકાના આસેડા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"આવી પહોંચી હતી. ભાજપના આગેવાનોએ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને વાકેફ કર્યા હતા.સરકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો અને દેશભરના નાગરિકો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુથી આજે ડીસાના આસેડા ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની આવી પહોંચી હતી. આસેડા ગામના નાગરિકો વિવિધ 17 જેટલી યોજનાઓથી લભાંકિત થયા છે ને આ લાભ વધુને વધુ મળતો રહે તે માટે આગેવાનોએ લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અહવાનથી શરૂ થયેલ આ યાત્રા થકી ભવિષ્યમાં ભારતને મજબૂત અને વિકસિત બનાવવાના કોલ પૂરા કરવા સૌ આગેવાનો સહિત ગ્રામજનોએ સાથે મળીને વિકાસ ભારત બનાવના શપથ લીધા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા જિલ્લા ભાજપ મહામત્રી રશિકજી ઠાકોર. પૂર્વ સાંસદ. દિનેશભાઈ અનાવાડિયા જયેશભાઈ દેસાઈ. પનસિંગભાઈ સોલંકી. ભીલડી મંડળ પ્રમુખ તાલુકા પંચાયત વતી વિપુલ ભાઈ સાખલા આઈ શી ડી એસ માંથી ચેતના ગઠવી આસેડા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ગૌસ્વામી સાહેબ જિલ્લા કારોબારી સભ્ય રામાં ભાઈ દેસાઈ.જિલ્લા મહિલા મોરચાા મંત્રી ટીનાબેન ઠાકોર.સકતી કેન્દ્ર ના પ્રમુખ શ્રીમાળી બાબુ ભાઈ ગામના સરપંચ સાગર પઢાર. નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પ્રમુખ ડીસા સહેર મહેન્દ્ર શ્રીમાળી ગામના આગેવાનો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.અને આ કાર્યક્રમ નવા તલાટી ક્રમ મંત્રી મનોજભાઈ પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું