ડીસા પંથકની એક પરિણીતાનું અપહરણ કરી શખ્સે મુંબઇ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે તેણીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસા પંથકની એક પરિણીતા રાત્રે ઘરે હતી. ત્યારે ઘાડા ગામનો જબ્બરસીંગ બાબુસીંગ વાઘેલા બાઇક લઇને ત્યાં આવ્યો હતો. અને પરિણીતાના પતિને મારી નાંખવાની ધમકી આપી અપહરણ કર્યુ હતું.

જેને મુંબઇ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. અને ત્યાંથી પરત લાવી કોઇટા ગામની સીમમાં ઉતારી નાસી ગયો હતો. આ અંગે પરિણીતાએ તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.