કાલોલના નંદ બંગ્લોઝ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી નજીક ગત તા. 31 ડીસે.ના રોજ પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે થયેલ એક તરફા મારામારીમાં સમાધાન છતાં અદાવતો રાખી ફરિયાદી તથા તેની નજીકના માણસોને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગળડાપાટું માર મારવાના કિસ્સામાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે નામ જોગ અને વણ ઓળખાયેલા ઇસમોના ટોળા સામે ફરિયાદ નોધતા કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત. તા. 31 ડિસે. ના રોજ કાલોલના નંદ બંગલોઝ વિસ્તાર નજીક આવેલ પાણીની ટાંકી પાસે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે આરોપીઓ સમેતના માણસો તાપણું કરી રહ્યા હતા તે વેળાએ ફરિયાદી નો ભાણો મહોપાલસિંહ તથા તેનો મિત્ર મિત જશવાની નજીકના સ્થળે પેશાબ કરવા ઊભા હતા તે બનાવને લઈ તાપણું કરવા બેઠેલા ઈસમોએ અચાનક ઉશ્કેરાઈ જઈ અહીંયા પેશાબ કેમ કરો છો તેમ કહી માં બેન સામાની ગાળો બોલી માર મારી નાસી છૂટેલા. જે અંગે ગત શુક્રવારના રોજ બંને પક્ષોએ ભેગા મળી સુલેહ સમાધાન કરવા છતાં આરોપી ઈસમોએ ભેગા મળી ગેરકાયદેસરની મંડળી રચી ફરિયાદીની કાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ફેકટરીમાં ધસી જઈ ફરિયાદી તથા તેના નજીકના માણસોને માણસોને ફરીથી એક વખત માં બેન સમાની ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડીઓ જેવા મારક હથિયારોથી માર મારી લોહી લુહાણ કરી ભયનું વાતાવરણ સર્જી નાસી છૂટયા હતા. આ દરમ્યાન ફરિયાદીએ જમણા હાથ પર પહેરેલ અંદાજિત 19 ગ્રામ સોનાની લક્કી પણ પડી જતા ખોવાઈ ગયેલ. દિગ્વિજયસિંહ ને બાબુ સોલંકી એ લાકડી થી મારતા ચામડી ફાટી જતા લોહી નીકળેલ તેમજ ફરિયાદીને અજયસિંહે ગડદા પાટુ અને લાકડી વડે નો માર મારેલ તેમજ ધર્મેશે હાથ થી મુક્કા મારતા આંખ નીચે સોજો આવી ગયો હતો આ તમામ હકીકતો સાથે મિતેષસિંહ બળવંતસિંહ ગોહિલની ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજયસિંહ વિક્રમસિંહ, ધર્મેશ ઉર્ફે ભૂરો અને બાબુ વિજય સોલંકી અને વણ ઓળખાયેલા ઇસમોના ટોળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.