સમાજ અને કુટુંબને નુકશાન કરતો હોય તો સગા ભાઈનો પણ ત્યાગ કરવો- શાસ્ત્રી જયંતીભાઈ
| ખેડબ્રહ્મા
વડાલી સત્તાવીસ સુથાર સમાજ તથા શ્રી વિશ્વકર્મા દેવસ્થાન સેવા સમિતિ ખેડબ્રહ્મા ઘ્વારા વિશ્વકર્મા મહાપુરણ કથાના ત્રીજા દિવસે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો પ્રસંગના યજમાન તરીકે સુથાર મુકુંદભાઈ ઇશ્વરલાલ પરિવાર ઘ્વારા ધર્મલાભ લીધો હતો જેમાં બાળ કૃષ્ણ, દેવકી વાસુદેવ, યશોદા નંદબાબા સહિતના પાત્રો ભજવવામાં આવ્યા હતા. મટકીફોડ નંદઉત્સવ ઉજવવામાં આવ્યો હતો
કથા દરમ્યાન શાસ્ત્રીજી ઘ્વારા દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે સમાજ અને પરિવારને નુકશાન કરતો સગો ભાઈ હોય તો પણ તેનો ત્યાગ કરી દેવો વધુ મા જણાવ્યું હતું કે તમારા બાળકોને આખી જિંદગી સાંભળવું ના પડે તેવી જિંદગી જીવજો, ધર્મના કામમાં ક્યારેય પગ આડા કરવા નહીં કથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા