મેડિકલ ઈમરજન્સીમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની સુવિધા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
એક વર્ષમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવાને 62968 કોલ મળ્યા, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) સૌથી વધુ કેસ 34987 હજાર પ્રસુતિના કેસ
સરકાર આરોગ્ય ક્ષેત્રે એક વાદ એક નવી સુવિધા વધારી રહી છે. જેમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવા જીવનદાન બની છે. જેમાં ચાલુ વર્ષે 2023 માં દાહોદ જિલ્લામાંથી કુલ 62968 આકસ્મિક ઘટનાના કોલ મળ્યા હતા. આ તમામ ઘટનાઓમાં 108 ને સૌથી વધુ 34987 જેટલા કોલ ગર્ભાવસ્થા સંબંધિત અને 4872 માર્ગ અકસ્માતની ઘટનાઓ કોલ મળ્યા હતા.
અકસ્માત, શારીરિક ઈજા, હાર્ટ અટેક સહિતની કોઈપણ મેડિકલ ઈમરજન્સીમાં 108 ની સેવા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. અકસ્માતના કિસ્સામાં છેલ્લા શ્વાસ લેતા દર્દીને છેલ્લી ઘડીની સારવાર આપીને કે સમયસર હોસ્પિટલ પહોંચાડીને જીવન બચાવ્યા હોય તેવા પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા ત્યારે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માત, ગર્ભવતી મહિલાની સમસ્યાઓ અને અન્ય આકસ્મિક ઘટનાઓમાં 108 સેવાના કારણે લોકોનો જીવ બચાવી શકાયા હતા. વર્ષ દરમિયાન ઉતરાયણ, દિવાલી, ધુલેટી જેવા તહેવારો અને સામાન્ય દિવસોમાં આવતી આકસ્મિક ઘટનાઓમાં 24 કલાક ચાલતી 108 સેવાના કારણે બાળકોથી લઈને વૃદ્ધોને સારવાર મળી છે.
108 સેવાના ચોપડે નોંધાયેલ જુદા જુદા રોગોના દર્દીઓના રિપોર્ટ
દાહોદ જિલ્લા 108 એમ્બ્યુલન્સ સેવાના ચોપડે વર્ષ 2023 માં જુદા જુદા રોગોના દર્દીઓના નોંધાયેલ કેસમાં પેટમાં દુખાવાના 5413, એલર્જી રિએકશનના 63, શ્વાસ લેવામાં તકલીફના 3233, હૃદય રોગના 933,ફીટ આવવાના 1042, ડાયાબિટીસ સમસ્યાના 201, હાઈ ફીવરના 1918, ઝેરના 848, પ્રસુતિના 34987,ભારે માથાના દુખાવાના 102, પેરાલીસીસ અટેકના 125, વાહન અકસ્માતના 4872 અને અન્ય 4704 રોગોનો સમાવેશ થાય છે
મોટાભાગે મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ
દાહોદ જિલ્લામાં ગર્ભાવસ્થા સંબંધિત કોલ 108 સેવાને વધારે મળ્યા હતા જેમાં મોટાભાગે મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં હાલ 32 જેટલી એમ્બ્યુલન્સ અને 135 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેના કારણે 24 કલાક ચાલુ સેવાના કારણે કોઈપણ ઘટનાને અમે પહોંચી વળીએ છીએ..
મિલન પટેલ - 108 પ્રોગ્રામ મેનેજર દાહોદ