રાજ્યકક્ષાની ચતુર્થ ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૩-૨૪ સ્પર્ધા યોજાઇ*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

       સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્યકક્ષાની ચતુર્થ ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-૨૪ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૪૮ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.

     આ સ્પર્ધામાં ૧૩૭ ભાઈઓ અને ૧૧૧ બહેનોનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગત વર્ષ ૨૦૨૨-૨૩ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતો. આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ બહેનો સ્પર્ધકોને રૂપિયા.૨૫૦૦૦ થી શરૂ કરી દસમાં ક્રમે વિજેતા થનારને રૂપિયા. ૫૦૦૦ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવનાર છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર , દાહોદ, અમદાવાદ સહિત ના જિલ્લા ના ખેલાડીઓએ ભાગ લીધો.

આ પ્રસંગે મામલતદાર શ્રી ઇડર, તાલુકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજ્યના વિવિધ ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.