વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं