આખરે રાજ્યસભા સાંસદે પોતાના વિસ્તારમાં એસટી ડેપો માટે જમીન ફાળવવામાં મહત્વનો રોલ નિભાવ્યો અને જગ્યા અપાવી

આઝાદીના દાયકાઓ વિત્યા બાદ વિજયનગર તાલુકાની તાલુકા મથકે આખરે બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે રાજ્યસભા સાંસદના  પ્રયત્નો બાદ હવે આવનારા સમયમાં વિજયનગરને મળશે નવીન બસ સ્ટેશન રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા દ્વારા વિજયનગર બસસ્ટેન્ડ માટે બિલકુલ મૂંગામોઢે કામ કરીને મંજૂરી અપાવનાર રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ને તાલુકા વાસીઓ દ્વારા સો સો સલામ તથા સૌનો ખુબ ખુબ આભાર.. માન્યો હતો વિજયનગરના વેપારી આલમમાં પણ ખુશીની લહેર છવાઈ છે