ખેડબ્રહ્માના શ્યામનગરમા વિશ્વકર્મા કથાનો પ્રારંભ 

| ખેડબ્રહ્મા 

વડાલી સત્તાવીસ સુથાર સમાજ તથા શ્રી વિશ્વકર્મા દેવસ્થાન સેવા સમિતિ ખેડબ્રહ્મા શુક્રવારથી શ્રી વિશ્વકર્મા મહાપુરણ કથાનો આરંભ થયો હતો જેમા સવારે પોથીજી કથના મુખ્ય યજમાન માલપુરના સ્વ.હસમુખભાઈ પરસોત્તમદાસ સુથારના નિવાસ સ્થાને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મુખ્ય યજમાન ધુળાભાઈ મોતીભાઈ સુથારના વાસણા ખાતેથી ધામધૂમથી પોથી યાત્રા નીકળી ખેડબ્રહ્મા શહેરના મુખ્ય માર્ગ પર ફરી શ્યામનાગર ખાતે સભા મંડપમાં પહોંચી હતી પુનિત વ્યાસપીઠ ઉપર સુરેન્દ્રનગર વાળા જયંતીભાઈ શાસ્ત્રી બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. કથા શ્રાવણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા