ડીસા શહેરમાં અનેક વિસ્તારોમાં નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી વિના અનેક શોપિંગ સેન્ટરો બની ગયા છે અને બની રહ્યા છે ત્યારે જુના બસ સ્ટેન્ડ સામે આવેલ એન આર કમ્પાઉન્ડની બાજુમાં એક કોમ્પ્લેક્સ ગેરકાયદેસર રીતે બની રહ્યું હતું જેની રજૂઆત નગરપાલિકાને મળતા જ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમે સ્થળ પર જઈ બાંધકામ નું કામ બંધ કરાવી બાંધકામની મંજૂરી સહિતના આધાર પુરાવા રજુ કરવા માટે નોટિસ ફટકારી છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા શહેરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ એન આર કમ્પાઉન્ડ ની બાજુમાં પ્રજાપતિ કોમ્પલેક્ષ બની રહ્યું છે આ કોમ્પ્લેક્સ નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બની રહ્યું છે આ કોમ્પ્લેક્સ અંગેની રજૂઆત નગરપાલિકામાં થતા ગતરોજ નગરપાલિકાની ટીમ એ સ્થળ પર આવી તપાસ કરતા કોમ્પ્લેક્સ નું બાંધકામ ચાલુ હતું જેથી તાત્કાલિક નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમે બાંધકામ બંધ કરાવી કોમ્પ્લેક્સના માલિકને બાંધકામ સહિતના આધાર પુરાવા રજૂ કરવા સાત દિવસની નોટિસ ફટકારી હતી જો કોમ્પ્લેક્સ માલિક દ્વારા સાત દિવસમાં જરૂરી આધાર પુરાવા રજુ કરવામાં નહીં આવે તો ત્યારબાદ નગરપાલિકા દ્વારા કોમ્પ્લેક્સ ના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે હાલ નગરપાલિકાએ નોટિસ ફટકારી કોમ્પલેક્ષનું બાંધકામ બંધ કરવાની સૂચના આપવાની સાથે આધાર પુરાવા રજૂ કરવાની સૂચના આપી છે
બોક્સ
પાર્કિંગ શૌચાલય જેવી સુવિધાઓ નથી
ડીસાના જુના બસ સ્ટેન્ડ સામે બની રહેલ પ્રજાપતિ કોમ્પલેક્ષમાં પાર્કિંગ શૌચાલય ફાયર સેફ્ટી જેવી કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી આ ઉપરાંત તેના માલિકે બાંધકામની પણ મંજૂરી લીધી નથી જેથી નગરપાલિકાની ટીમ એ નોટિસ ફટકારી બાંધકામ નું કામ અટકાવી દીધું છે