પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક ગુરુવારે રાત્રે કારનું ટાયર ફાટતા કાર ફંગોળાઈ ડીવાઈડર સાથે ટકરાતા કાર ચલાવનાર યુવકનું કારમાં જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 30 વર્ષીય આશિષ કુવરજી ઠાકોર નામના યુવકનું મોત નીપજ્યું છે.અકસ્માત બાદ મૃતદેહને પાલનપુર સિવિલમાં લવાયો હતો.જ્યાં જગાણા ગામથી પરિવારજનો ઊમટ્યા હતા.
જોકે, અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કોઈ જણાવી શક્યું ન હતું. ચર્ચાતી વાતો મુજબ કારનું ટાયર ફાટતા કાર બે કાબુ બની હતી અને ડીવાઇડર સાથે ધડાકા ભેર ટકરાઈ હતી.
જેના લીધે કારમાં સવાર યુવકને માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે " આશિષ પાલનપુરની ખાનગી જ્યોતિન્દ્ર કંપનીમાં નોકરી કરે છે તેને બે સંતાનો છે.અકસ્માત બાબતની ખબર નથી.