ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ શહેરની બહાર હાલોલ ગોધરા બાયપાસ રોડ પર કંજરી ચોકડી નજીક આવેલ ધ.ગ્રાન્ડ ધ્વનિત બેન્કવેટ હોલ સામેના મુખ્ય રોડ પરથી એક વડોદરા પાર્સિંગની બંધ બોડીની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અંદાજિત 246 નંગ પેટીઓ જેમાં ટીન બિયરની બોટલો નંગ 2,352 જ્યારે પ્લાસ્ટિકના ક્વાટરની બોટલો નંગ 7,104 મળી કુલ 9456 નંગ બોટલો જેની અંદાજિત 9 લાખ રૂપિયા ઉપરાંતની કિંમત ગણી શકાયનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે સ્થળ પરથી શંકાસ્પદ હાલતમાં કુંપાડિયા ગામના નિલેશભાઈ ગોહિલ નામના ઈસમની અટકાયત કરી સ્થળ પરથી એક એકટીવા ટુ-વ્હીલર વાહન પણ જપ્ત કરેલ છે જેમાં એસ.એમ.સી.ની ટીમે વિદેશી દારૂ ઉપરાંત મહિન્દ્રા બોલેરો ગાડી અને એકટીવા વાહન બન્નેની અંદાજિત કિંમત ૩ લાખ મળી કુલ 12 લાખ રૂ. જેટલો મુદ્દામાલ જપ્ત કરી હાલોલ ટાઉન પોલીસ મથકે આ તમામ મુદ્દામાલ લાવી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે ઝડપાયેલા નિલેશભાઈ ગોહિલની પૂછપરછ હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મોકલનાર સહિતના ઇસમો અંગેની તપાસ હાથ ધરી એમાં સંડોવાયેલા તમામ ઇસમો સામે પ્રોહીબિશન એકટ હેઠળનો ગુનો હાલોલ ટાઉન પોલીસ ચોપડે નોંધાવવા તજવીજ હાથ ધરી વધુ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળવા પામી છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની ટીમે હાલોલ ટાઉન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા હાલોલ પંથકમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.