ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલોલ શહેરના સોનવાડી વિસ્તારમાં રહેતા મહિલા બુટલેગર કોકીલાબેન ચંદુભાઈ રાણાના મકાનમાં તેમજ તેઓની નજીકમાં આવેલા તેઓના પુત્ર સંજયભાઈ ચંદુભાઈ રાણાના મકાનમાં છાપો મારી માતા-પુત્રના મકાનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૮૮૫ જેની કિંમત ૮૮,૫૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી સંજય રાણાની અટકાયત કરી એક ટુ-વ્હીલર વાહન જેની કિંમત ૩૦,૦૦૦/- બે મોબાઇલ કિંમત ૫,૫૦૦/- અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૧,૨૪,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બન્ને માતા પુત્રને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનારા પંથકના બે કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે જાડો રાઠોડ,રહે.ચાંચડીયા. તાલુકો હાલોલ અને મોહસીન શેખ,રહે. મોઘાવાડા,હાલોલ.તેમજ હિતેશ ઉર્ફે જાડાનો નોકર અને રિક્ષામાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજુ તેમજ મોહસીન શેખનો નોકર અને એકટીવા પર વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજુ અંબાલાલ એમ આ ચારેય ઇસમોને વોન્ટેડ જાહેર કરી બુટલેગર માતા-પુત્ર સહિત આ તમામ ૬ વ્યક્તિઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી.