વડોદરા થી અયોધ્યા જતી 108 ફૂટ લાંબી અગરબત્તી શહેરા ખાતે આવી પહોંચતા નગરજનો અને ભક્તોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું.
આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામેલ ભગવાન રામના મંદિરે ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીયો પુરજોશમાં ચાલી રહી છે,જેના ભાગરૂપે અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરાના વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે,જે અગરબત્તી વડોદરા થઇ ટ્રેલર મારફતે અયોધ્યા ખાતે જવા રવાના થઈ છે,ત્યારે સોમવારની સાંજે વડોદરા થી અયોધ્યા ખાતે જતી 108 ફૂટ લાંબી અગરબત્તી પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચતાં શહેરા બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત નગરના મુખ્ય માર્ગો પર શહેરાના નગરજનો સહિત રામભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને "જય જય શ્રી રામ" ના નારા સાથે ભક્તોએ ફટાકડા ફોડી અયોધ્યા ખાતે જતી 108 ફૂટ લાંબી અગરબત્તીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.