મોરવાહડફ તાલુકાના મોરા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતું કાર્યક્રમ યોજાયો,સાથે જ મોરા ગ્રામ પંચાયતના નવીન મકાન અને મોરા બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાયું.

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના મોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.ત્યારબાદ મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો,યોજાયેલા કાર્યક્રમમાં ખેતીવાડી,આરોગ્ય વિભાગ,ગ્રામ વિકાસ,મિશન મંગલમ,આઈ.સી.ડી.એસ,પી.એમ ઉજ્જવલા યોજના તેમજ સેવાસેતું અંતર્ગત સરકારના સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવીને કુલ ૬૧૩ લોકોને લાભાન્વિત કરાયા હતા.જેમાં ૪૦૫ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી જ્યારે ૫ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વાસ્થ્ય ચકાસણી ૧૧૬, ખેતીવાડી ૩૭,પશુપાલન ૯૭, પીએમજેજેવાય ૧૫, સિકલ સેલ ટેસ્ટીગ ૨૫, વિશ્વકર્માં ૨૭, આધાર કાર્ડ ૨૦, વારસાઈ ૩, આયુષ્યમાન ભારત કાર્ડ ૮૫,સમાજ સુરક્ષા ૩ તેમજ વિધવા વૃધ સહાય યોજના અંતર્ગત બે લાભાર્થીઓને લાભ અપાયો હતો.આ ઉપરાંત મોરા ગામે શ્યામા પ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત બનેલ નવીન બસ સ્ટેશન તેમજ મોરા ગ્રામ પંચાયત કચેરીનું પણ ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું,મોરા ગામમાં નવીન બસ સ્ટેશન ખુલ્લું મુકવામાં આવતા આસપાસના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. મોરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ દેસાઈ,મોરવાહડફ એ.પી.એમ.સીના ચેરમેન હરદીપસિંહ જાદવ, મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ વિભાગ પંચમહાલ ગોધરા, મોરવા હડફ મામલતદાર ગોપાલદાસ હરદાસાણી,તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી,મોરા ગ્રામ પંચાયતના સરપંચ હિતેશભાઈ ભોઈ, તલાટી કમમંત્રી સી.જી.ડાંગી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.