ડીસા તાલુકા પોલીસની ટીમે રવિવારે પેટ્રોલિંગ દરમિયાન ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં ખાનગી બાતમીના આધારે એક પાનના ગલ્લાની પાછળ આવેલ બાવળની જાડીઓમાં રેડ કરતા દારૂ અને બિયરની 204 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી છે એક શખ્સની અટકાયત કરી છે.

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં એક શખ્સ બાવળની જાડીઓમાં દારૂનો જથ્થો સંતાડી અને તેના પાનના ગલ્લા ઉપર દારૂનું છૂટક વેચાણ કરે છે. જેથી તાત્કાલિક ડીસા તાલુકા પોલીસની ટીમે ગેનાજી ગોળીયા ગામે રેડ કરતાં પાનના ગલ્લાની પાછળ આવેલ બાવળની જાડીઓમાં સંતાડેલ દારૂ અને બિયરની 204 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કુલ રૂ.25635 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નવીન સોમાજી માળી (રહે.ગેનાજી ગોળીયા) ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.