ઘટના બનતા વનવિભાગના માણસો દોડ્યા ઇજા પામનાર મહિલાને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જયાબેન લાખાભાઈ કોટડીયા ઉંમર ૫૦ નામના મહિલા વાડી વિસ્તાર માંથી પસાર થવાના સમયે જંગલી શિયાળ દ્વારા ગંભીર રીતે હુમલો કરતા મહિલા લોહી લુહાણ થઇ ગયા હતા . મહિલાને પગ અને હાથના ભાગે ઈજા થતા સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ૧૦૮ મારફતે રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ નિ જાણ જાફરાબાદ વનવિભાગને થતાં આર.એફ.ઓ.દ્વારા ટ્રેકરોને સૂચના આપવામાં આવતા ટ્રેકરો બનાવ સ્થળે દોડી ગયા હતા. અને તપાસ શરૂ કરી હતી. જંગલી શિયાળ દ્વારા હુમલો કરવાની ઘટનાને લઈ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ચોકી ગયા છે.આ જંગલી શિયાળ અંગે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.વનવિભાગમા હડતાળના કારણે મોટાભાગના ફોરેસ્ટના કર્મચારીઓ રજા ઉપર હોવાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે . માત્ર આર.એફ ઓ અને ટ્રેકરો હાલ કામગીરી કરી રહ્યા છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી