એક અદભુત અને અવિસ્મરણીય વિદાય સન્માન સમારોહ

 

આજ રોજ ડીસા તાલુકાના સમૌમોટા ગામે એલ.વી.નગર શેઠ હાઈસ્કૂલ ખાતે શિક્ષક એવા જીતેન્દ્રકુમાર ભાવસાર સાહેબનો અને ભૂતપૂર્વ વિધાર્થીઓનો અદ્ભૂત અને અવિસ્મરણીય સન્માન સમારોહ યોજાયો

 

 વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સત્કાર અને વિદાય સમારોહ યોજાયો આ સમારોહ માં પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા સંસદસભ્ય બાબુભાઇ દેસાઈ, ભરતસિંહ ડાભી દિનેશભાઇ અનાવાડીયા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર અને બનાસકાંઠા જિલ્લા કલેકટર સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ના ભૂતપૂર્વ વિધાર્થીઓ પણ મોટા પ્રમાણ માં ઉપસ્થિત રહ્યા હતા