સાગબારા તાલુકાની સગીરવયની દીકરી ને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના આરોપી જીતેન્દ્રભાઈ ઉદેશીંગભાઇ તડવી રહે કુઈદા તાલુકો સાગબારા નાઓ આ કામના ફરિયાદીની 16 વર્ષ 04 મહિના અને 17 દિવસની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલી પણામાંથી ભગાડી જઈ સગીરવયની દીકરી સાથે મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદીએ સાગબારા પોલીસ મથ કે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા સાગવબારા પોલીસે આરોપી જીતેન્દ્રભાઈ ઉદેસિંગ તડવી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે