ધ્રાંગધ્રા એપીએમસીના વાઈસ ચેરમેન ઉપર થોડા દિવસ પહેલા ભરાડા ગામનાબે શખસો દ્વારા ખુનીહુમલો કરી માર માર્યો હતો. આ બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા બંને શખસો સામે ખુની હુમલો કરી ગંભીર ઈજા કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ધ્રાંગધ્રા થોડા દિવસ પહેલા સાંજના સમયે ધ્રાંગધ્રા એપીએમસીના વાઇસ ચેરમેન મનીષભાઈ કાનજીભાઈ પટેલ આરોપી કીરીટભાઇ નાગરભાઈ પટેલ અને મુન્નાભાઈ ઉફે ટીનાભાઈ ભરવાડ પાસે દુકાનના રૂપિયા 4344 માગતા હતા. તેની ઉઘરાણી બાબતને બોલાચાલી થતા આરોપી ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના મુન્નાભાઈ ઉફે ટીનાભાઈ ભરવાડ અને કીરીટભાઇ નાગરભાઈ પટેલ દ્વારા મનીષભાઈ ઉપર ખુની હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. આથી તેઓને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મનીષભાઈ કાનજીભાઈ પટેલ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં બંને આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા PSI રવિરાજસિહ જાડેજાએ તપાસ હાથ ધરી મુન્નાભાઈ ઉફે ટીનાભાઈ ભરવાડ અને કીરીટભાઇ નાગરભાઈ પટેલને ઝડપી પાડી રિમાન્ડ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.