રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટતા રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનુ શુભ મુહર્ત શ્રાવણ સુદ૧પ ગુરુવાર તા.૧૧ ઓગસ્ટ ૨૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્દાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને શુક્રવારે એકમ તિથિ ક્ષય તિથિ થાય. આ વર્ષ રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશ ને ગુરુવારે ઉજવાશે અને રાખડી બાંધવી પણ ચૌદસ ને ગુરુવારે ઉતમ રહેશેખાસ કરીને રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિશિષ્ઠકરણ નો દોષ લાગતો હોય છે, પરંતુ આ વર્ષે ગુરુવારે ચૌદશ ના દિવસે મકરરાશી ના ચંદ્ર ના વિશિષ્ઠકરણ છે.આથી વિશિષ્ઠ કરણ એટલે ભદ્રાપાતાળ, માં છે. આથી દોષકારક નથી આમ આવતીકાલે ગુરુવારના દિવસે સવારે ૧૦/૩૯ પછી પૂનમ તિથિ હોય રાખડી બાંઘવા માટેનો. યોગ્ય સમય છે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશના દિવસે છે સવારે ૧૦/૩૮ કલાક બાદ રાખડી બાંધવા અંગે સિંહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી શ્રી વસંતભાઇ જોષી શાસ્ત્રીજી દ્રારા ખાસ સ્પષ્ટતા સાથે માર્ગદર્શન આપ્યું