​​​​​​સાયલા તાલુકાના વડિયા ગામની સીમ જમીનમાં કપાસનો વાવેતર હોવાને કારણે વસંતબેન ધુળાભાઈ દુમાદિયા પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા. આ દરમિયાન તેમની બાજુની વાડીના માલિક રણછોડભાઇ લાલભાઇ દુમાદીયા તથા તેમના પત્ની હંસાબેન પોતાની વાડીમાં કપાસના વાવેતરમાં નીંદતા હતા.વસંતબેનની વાડીના ઉગમણા બાજુની જમીનમાં રણછોડભાઈ વાડીનો ઉગમણા શેઢાની જમીન છોરિયા વડે ખોદતા હતા. જેથી વસંતબેને અમારી બાજુનો શેઢો શા માટે ખોદો છો તેમ કહેતા રણછોડભાઈ આવેશમાં આવી ગયા હતા અને અહીં ક્યાં તારું છે. આતો મારો શેઢો છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.જેથી વસંતબેને ગાળો બોલવાની ના પાડતા રણછોડભાઈના પત્ની હંસાબેન પણ મારી પાસે આવીને મને ગાળો આપીનેને કહેવા લાગેલ કે અહીં ત્યાં તારો શેડો છે. જેથી તેઓને ગાળો દેવાની ના પાડતા વસંતબેનને હંસાબેને પકડી રાખી હતી અને તેમના પતિ રણછોડભાઇએ તેમના હાથમાં રહેલ છરી વડે વસંતબેનના શરીરે આડેધડ બે ત્રણ ઘા કરતા મુઢમાર વાગેલ અને મને પછી મારી નીચે પાડી માર માર્યો હતો.ઉપરાંત રણછોડભાઈ અને તેના પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે વસંતબેન ને પોતાના પરિવારને જાણ કરતા તેમને સારવાર માટે સાયલાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સાયલા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.