ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જેમાં ખાસ કરીને વાહન ઉઠાંતરી અસામાજિક તત્વોનો આતંક ની સાથે સાથે દારૂનું પણ ખુલ્લેઆમ ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા 33 સ્થળો ઉપર 204 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેરમાં રાજ્ય સરકાર અને નગરપાલિકા દ્વારા શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ અટકાવવા માટે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની એન્ટ્રી એક્ઝિટ મુખ્ય બજારો મુખ્ય સર્કલ જેવા કે ગાયત્રી મંદિર જલારામ મંદિર રાજમંદિર સર્કલ દીપક હોટલ ચાર રસ્તા બગીચા સર્કલ ફુવારા સર્કલ રેલ્વે સ્ટેશન ચાર રસ્તા સહિતના મોટાભાગના 33 સ્થળો ઉપર 204 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેની ટેન્ડર થી લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ કેમેરા લાગ્યા બાદ શહેરમાં ગુનાખોરીના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો થશે 

બોક્સ

કેમેરા લાગ્યા બાદ ગુનાખોરીનું પ્રમાણ ઓછું થશે

આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા 33 સ્થળ ઉપર 204 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને ટૂંક સમયમાં કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે કેમેરા લાગ્યા બાદ શહેરમાં વાહનચોરી સહિતના ગુનાખોરીના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો થશે

બોક્સ

કેમેરા લાગવાથી પોલીસને પણ ગુનેગારોને પકડવામાં સરળતા રહેશે

ડીસા શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ટૂંક સમયની અંદર શહેરના જુદા જુદા 33 સ્થળ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આ કેમેરા લાગ્યા બાદ પોલીસ તંત્રને પણ કોઈપણ ગુનો બને તો તેને ઉકેલવામાં શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તેના લીધે પોલીસ ગુનેગારોને સરળતાથી પકડી શકશે