ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસની સાથે સાથે અન્ય રમતોનું પણ કોચિંગ આપવામાં આવે છે ત્યારે ડીસા નો એક વિદ્યાર્થી શહેરની એન્જલ્સ સ્કૂલમાં અભ્યાસ કરવાની સાથે સાથે બેડમિન્ટન રમતનું કોચિંગ પણ મેળવી રહ્યો છે આ વિદ્યાર્થીએ તાજેતરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સારું પ્રદર્શન કરતા તેની ગુજરાતની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી અને તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી અંડર 17 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના તમામ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો જેમાં સાહિલ ઠક્કરે ગુજરાતની ટીમવતી સારું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે

ડીસા શહેરમાં રહેતા સાહિલ મિર્ચુભાઈ ઠક્કર ડીસા ની એન્જલ્સ સ્કૂલમાં ધોરણ 11 કોમર્સ માં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે છેલ્લા પાંચ વર્ષથી બેટમિન્ટનનું કોચિંગ પણ મેળવી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વિદ્યાર્થી એ તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાની ટુર્નામેન્ટોમાં ભાગ લઈ શહેર અને શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે તાજેતરમાં વડોદરા ખાતે બેડમિન્ટન અંડર 17 રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સારું પ્રદર્શન કરતા SGFI દ્વારા સાહિલ ઠક્કર ની નેશનલ કક્ષાના કેમ્પમાં બરોડા ખાતે સિલેક્શન કરવામાં આવેલ ત્યારબાદ 15 દિવસના કેમ્પમાં સારું પ્રદર્શન કરતા તેનું ગુજરાત બેડમિન્ટન અંડર 17 ની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી અને તાજેતરમાં વડોદરા ખાતે નેશનલ કક્ષાની બેટમિન્ટન અંડર 17 સ્પર્ધા યોજાઈ હતી જેમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં ડીસાના સાહિલ ઠક્કરે ગુજરાતની ટીમવતી રમી ખૂબ જ સારું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાતની ટીમ ડીસા શહેર શાળા અને સમાજનું ગૌરવ વધારતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરી તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા