સુરેન્દ્રનગર શહેરમાં ગઈકાલે લીંબડી બસ સ્ટેન્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનો હજી પણ ભેદ ઉકેલાયો નથી. ત્યાં સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં ફરીવાર યુવાનનો મૃતદેહ બિનવારસી હાલતમાં દુકાનના ઓટલા ઉપરથી મળી આવ્યો છે. ત્યારે આ મૃતદેહ કોનો છે ? તેમજ તેનું મોત કઈ રીતે થયું તેને લઈ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.સુરેન્દ્રનગરની સીટી પોલીસ મથકથી સાવ નજીકના વિસ્તારમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકથી એકદમ નજીક આવેલી દુકાનના ઓટલા ઉપર એક યુવાનનો મૃતદેહ મળ્યો હોવાની વાત ચર્ચાઇ રહી છે.સુરેન્દ્રનગર ટાવર વિસ્તારની સીટી પોલીસ સ્ટેશને આ અંગેની જાણકારી આપવામાં આવતા સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તાકીદે ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી છે. ત્યારે આ યુવાનના મૃતદેહ અંગેનું પંચનામું કરી, નગરપાલિકાને સૂચનો જારી કરી, નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહને સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે તેના વાલી વારસોની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं